સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

વાતચીતની એક રીત

વાતચીતની એક રીત

પહેલી મુલાકાત

સવાલ: શું ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે?

શાસ્ત્રવચન: ગી ૬૫:૨

ફરી મુલાકાત માટે સવાલ: આપણે કઈ કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકીએ?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:

ફરી મુલાકાત

સવાલ: આપણે કઈ કઈ બાબતો માટે પ્રાર્થના કરી શકીએ?

શાસ્ત્રવચન: ૧યો ૫:૧૪

ફરી મુલાકાત માટે સવાલ: ઈશ્વર આપણી પ્રાર્થનાનો જવાબ કઈ રીતે આપે છે?

શીખવવાનાં સાધનોમાં એ કલમ જુઓ:

સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૨૭)

“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપવા [ફોન કે પત્ર લખી] રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી વ્યક્તિને આમંત્રણ પત્રિકા હાથોહાથ આપો [કે એસએમએસ અથવા ઈમેઈલ દ્વારા આપો]. “આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે [અથવા ઓનલાઇન કઈ રીતે જોઈ શકો] એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ.”

રસ બતાવે તો, ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?