જાન્યુઆરી ૨૨-૨૮
અયૂબ ૩૮-૩૯
ગીત ૧૫ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. શું તમે સૃષ્ટિ નિહાળવા સમય કાઢો છો?
(૧૦ મિ.)
યહોવાએ પૃથ્વીનું સર્જન કર્યું એ પછી તેમણે બનાવેલી સૃષ્ટિ નિહાળવા સમય કાઢ્યો (ઉત ૧:૧૦, ૧૨; અયૂ ૩૮:૫, ૬; w૨૧.૦૮ ૯ ¶૭)
યહોવાએ બનાવેલી સૃષ્ટિને નિહાળવા દૂતોએ પણ સમય કાઢ્યો (અયૂ ૩૮:૭; w૨૦.૦૮ ૧૪ ¶૨)
સૃષ્ટિ નિહાળવા અને એની કદર કરવા સમય કાઢીશું તો યહોવા પર આપણો ભરોસો વધારે મજબૂત થશે (અયૂ ૩૮:૩૨-૩૫; w૨૩.૦૩ ૧૭ ¶૮)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
અયૂ ૩૮:૮-૧૦—યહોવાએ ઘડેલા નિયમોમાંથી તેમના વિશે શું શીખવા મળે છે? (it-2-E ૨૨૨)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) અયૂ ૩૯:૧-૨૨ (th અભ્યાસ ૫)
૪. વાત શરૂ કરો
(૨ મિ.) તક મળે ત્યારે પ્રચાર. તમને લાગે કે વ્યક્તિ વાત કરવા માંગતી નથી તો પ્રેમથી વાત ત્યાં જ પૂરી કરી દો. (lmd પાઠ ૨ મુદ્દો ૩)
૫. ફરી મળવા જાઓ
(૫ મિ.) ઘર ઘરનો પ્રચાર. ગઈ વખતે વ્યક્તિએ જણાવ્યું હતું કે હાલમાં જ તેનું કોઈ સગું-વહાલું ગુજરી ગયું છે. (lmd પાઠ ૯ મુદ્દો ૩)
૬. ટૉક
(૫ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૧—વિષય: આજે દુનિયામાં જે થઈ રહ્યું છે, એનાથી ખબર પડે છે કે બહુ જલદી મોટો ફેરફાર થશે. (th અભ્યાસ ૧૬)
ગીત ૨૮
૭. પોતાની મુશ્કેલીઓને નહિ, યહોવાનાં કામોને નજર સામે રાખીએ
(૧૫ મિ.) ચર્ચા.
શેતાને અલગ અલગ રીતે અયૂબની કસોટી કરી. અયૂબના ત્રણ મિત્રોએ પણ તેમના પર ખોટા આરોપ મૂક્યા. એના લીધે તે પોતાની જ મુશ્કેલીઓના બોજ નીચે દબાઈ ગયા અને એ બધા વિચારો તેમના મનમાં ઘૂમ્યા કરતા હતા.
અયૂબ ૩૭:૧૪ વાંચો. પછી પૂછો:
અયૂબે પોતાના પર ધ્યાન આપવાને બદલે યહોવા પર ધ્યાન આપવા શું કરવાની જરૂર હતી?
આપણા પર મુશ્કેલીઓનો પહાડ તૂટી પડે ત્યારે કદાચ નિરાશ થઈ જઈએ. એ સમયે આપણે યહોવાનાં કામોને, એટલે કે તેમણે બનાવેલી સૃષ્ટિને નિહાળીએ. એમ કરીશું તો સમજાશે કે યહોવા કેટલા મહાન છે. તેમને વફાદાર રહેવાનો આપણો ઇરાદો વધારે મક્કમ થશે. તેમ જ, આપણો ભરોસો મજબૂત થશે કે યહોવા આપણી સંભાળ રાખી શકે છે.—માથ ૬:૨૬.
અયૂબના પુસ્તકમાંથી મળતો બોધપાઠ—પ્રાણી જગત વીડિયો બતાવો. પછી પૂછો:
આ વીડિયો જોઈને યહોવા પર તમારો ભરોસો કઈ રીતે વધ્યો?
૮. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૪ ¶૧૩-૨૦