આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા જૂન ૨૦૧૮
વાતચીતની એક રીત
બાઇબલ ભવિષ્યવાણીઓ અને છેલ્લા દિવસો વિશે ચર્ચા.
બાઇબલમાં રહેલો ખજાનો
ઈસુમાં ભવિષ્યવાણીઓ પૂરી થઈ
ઈસુના જીવનમાં બનેલા બનાવોથી નીચે આપેલી કઈ ભવિષ્યવાણી પૂરી થઈ એ જણાવો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ઈસુને પગલે ચાલો
ઈસુએ આપણી માટે સરસ દાખલો બેસાડ્યો છે, ખાસ કરીને આપણે કસોટીઓ કે સતાવણીનો સામનો કરતા હોઈએ ત્યારે.
બાઇબલમાં રહેલો ખજાનો
મરિયમની નમ્રતાનું અનુકરણ કરીએ
યહોવાએ મરિયમને અજોડ સોંપણી માટે પસંદ કર્યાં, કેમ કે તે દિલથી ખૂબ નમ્ર હતાં.
બાઇબલમાં રહેલો ખજાનો
યુવાનો, શું તમે યહોવા સાથેની દોસ્તી મજબૂત કરી રહ્યા છો?
ભક્તિને જીવનમાં પ્રથમ રાખવામાં અને પોતાનાં માતા-પિતાને માન આપવામાં ઈસુએ સુંદર દાખલો બેસાડ્યો છે. ઈસુને પગલે ચાલવા તમે શું કરી શકો?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
માતાપિતાઓ, યહોવાની ભક્તિમાં બાળકોને સફળ થવા જરૂરી મદદ આપો
બાળકોને શીખવવાની એકેએક તક ઝડપી લઈને માતા-પિતા તેઓને યહોવાના વફાદાર ભક્ત બનવા મદદ કરી શકે છે.
બાઇબલમાં રહેલો ખજાનો
ઈસુની જેમ લાલચોનો સામનો કરો
ઈસુને લલચાવવાનો શેતાને પ્રયાસ કર્યો ત્યારે, તેમણે ક્યાં ત્રણ શક્તિશાળી હથિયારોનો ઉપયોગ કર્યો?
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સોશિયલ મીડિયાના ફાંદાથી બચો
કોઈ એક સાધનોની જેમ સોશિયલ મીડિયા પણ ઉપયોગી કે જોખમકારક સાબિત થઈ શકે છે. બાઇબલ સિદ્ધાંતોની મદદ આપણે એ જોખમો પારખી શકીએ છીએ અને એને ટાળી શકીએ છીએ.