સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

માતાપિતાઓ, યહોવાની ભક્તિમાં બાળકોને સફળ થવા જરૂરી મદદ આપો

માતાપિતાઓ, યહોવાની ભક્તિમાં બાળકોને સફળ થવા જરૂરી મદદ આપો

બાળકો યહોવાનાં વફાદાર સેવકો બને એ જોવાની દરેક માતાપિતા ઝંખના રાખે છે. માતાપિતાઓ, બાળપણથી જ તમારાં બાળકોનાં કુમળાં દિલમાં બાઇબલનું શિક્ષણ સિંચીને તમે તેઓને મદદ કરી શકો છો. (પુન ૬:૭; નીતિ ૨૨:૬) એ માટે શું તમારે કોઈ ત્યાગ આપવા પડશે? હા, ચોક્કસ! પણ મહેનતનાં ફળ મીઠાં હોય છે.—૩યો ૪.

યુસફ અને મરિયમ પાસેથી માતાપિતાઓ ઘણું શીખી શકે છે. પાસ્ખા માટે યરૂશાલેમ જવા ઘણી મહેનત અને ખર્ચ થતો, છતાં રિવાજ પ્રમાણે તેઓ “દર વર્ષે પાસ્ખાના તહેવાર માટે યરૂશાલેમ જતાં.” (લુક ૨:૪૧) તેઓ માટે યહોવાહ સાથેનો સંબંધ મજબૂત બનાવવો ખૂબ મહત્ત્વનું હતું. એવી જ રીતે, તમે પણ બાળકોને યહોવાની સેવામાં એકેએક તક ઝડપી લેવા માર્ગદર્શન આપી શકો અને તમારાં વાણી-વર્તનથી સારો દાખલો બેસાડી શકો છો.—ગી ૧૨૭:૩-૫.

તેઓએ એકેએક તક ઝડપી લીધી વીડિયો જુઓ અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:

  • કઈ રીતે જોન અને શેરને બાળકોનાં ઉછેરની સાથે સાથે રાજ્યના કામોને જીવનમાં પ્રથમ રાખ્યાં?

  • શા માટે માતાપિતાએ દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે શિસ્ત આપવી જોઈએ?

  • માતાપિતા કઈ રીતે પોતાનાં બાળકોને કસોટીમાં અડગ રહેવાનું શીખવી શકે?

  • યહોવાના સંગઠને આપેલાં કયાં સાધનોનો ઉપયોગ કરીને તમે તમારાં બાળકોની શ્રદ્ધા મજબૂત બનાવી છે?

તમારા કુટુંબમાં યહોવાની ભક્તિને પ્રથમ રાખો