યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પૃથ્વી ‘નદીને પી ગઈ’
ઇતિહાસ પર નજર નાખીએ તો જોવા મળે છે કે, સરકારી અધિકારીઓએ ઘણી વાર યહોવાના લોકોને મદદ કરી છે. (એઝ ૬:૧-૧૨; એસ્તે ૮:૧૦-૧૩) આપણા સમયમાં પણ એ જોવા મળ્યું છે. “અજગરે” એટલે કે, શેતાને સતાવણીની જે “નદી” વહેતી કરી હતી, એને હાલના સમયમાં “પૃથ્વી” પી ગઈ. પૃથ્વી દુનિયાની એવી બાબતોને રજૂ કરે છે, જેનાથી આપણને ફાયદો થાય છે. (પ્રક ૧૨:૧૬) ‘તારણના ઈશ્વર’ યહોવા પોતાના લોકોને બચાવવા અમુક વાર આ દુનિયાના શાસકોને દોરી શકે છે.—ગી ૬૮:૨૦; નીતિ ૨૧:૧.
શ્રદ્ધાને લીધે તમને જેલ થાય ત્યારે શું? પૂરો ભરોસો રાખો કે યહોવા તમારું ધ્યાન રાખે છે. (ઉત ૩૯:૨૧-૨૩; ગી ૧૦૫:૧૭-૨૦) ખાતરી રાખો કે, તમે બતાવેલી શ્રદ્ધાનું તમને ચોક્કસ ઇનામ મળશે. તેમ જ, તમારી વફાદારી જોઈને દુનિયા ફરતેનાં ભાઈ-બહેનોને ઉત્તેજન મળશે.—ફિલિ ૧:૧૨-૧૪; પ્રક ૨:૧૦.
કોરિયાના ભાઈઓને જેલમાંથી છોડવામાં આવ્યા વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
દક્ષિણ કોરિયામાં શા માટે આપણાં ભાઈઓ ઘણાં વર્ષોથી જેલમાં હતા?
-
કોર્ટના કયા નિર્ણયોને લીધે અમુક ભાઈઓને જેલમાંથી વહેલા છોડવામાં આવ્યા?
-
દુનિયાભરમાં આપણાં જે ભાઈ-બહેનો જેલમાં છે, તેઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?
-
આપણી આઝાદીનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ?
-
કોર્ટમાં મળેલી જીત માટે કોને મહિમા આપવો જોઈએ?