યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો”
જો આપણે ગરીબ હોઈએ, તો કદાચ એવું કોઈ કામ કરવા લલચાઈ શકીએ, જેનાથી યહોવા સાથેનો આપણો સંબંધ જોખમમાં આવી પડે. જેમ કે, આપણને વધારે પૈસા કમાવાની તક મળે. પણ એનાથી યહોવાની ભક્તિ કરવી અઘરું થઈ શકે. હિબ્રૂઓ ૧૩:૫ના શબ્દો પર મનન કરવાથી મદદ મળશે.
“જીવનમાં પૈસાનો મોહ ન રાખો”
-
પ્રાર્થના કરો અને પછી ધ્યાનથી વિચારો કે તમારા માટે પૈસા કેટલા મહત્ત્વના છે. એ પણ વિચારો કે તમે બાળકો માટે કેવો દાખલો બેસાડી રહ્યા છો.—g ૧૦/૧૫ ૬.
“તમારી પાસે જેટલું છે એમાં સંતોષ માનો”
-
જો તમારી ઇચ્છાઓ તમારી જરૂરિયાત બની રહી હોય, તો પોતાના વિચારોમાં ફેરફાર કરો.—w૧૬.૦૭ ૭ ¶૧-૨.
“હું તને કદી છોડી દઈશ નહિ અને હું તને કદી ત્યજી દઈશ નહિ”
-
ભરોસો રાખો કે જો તમે રાજ્યને જીવનમાં પહેલું રાખશો, તો યહોવા તમને જરૂરિયાતો પૂરી કરવા મદદ કરશે.—w૧૪ ૪/૧૫ ૨૧ ¶૧૭.
આપણાં ભાઈ-બહેનો શાંતિ અનુભવે છે . . . પૈસાની તંગી હોવા છતાં વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:
ભાઈ મીગેલ નોવોઆના અનુભવથી તમને શું શીખવા મળ્યું?