યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સ્મરણપ્રસંગમાં આવવા દરેકને આમંત્રણ આપો
સ્મરણપ્રસંગની આમંત્રણ પત્રિકા આપવાની ઝુંબેશ ફેબ્રુઆરી ૨૭થી શરૂ થશે. તેથી, બને એટલા લોકોને આપણે આમંત્રણ આપીશું. કોઈ રસ બતાવે તો, એનો રસ વધારવા પૂરતું ધ્યાન આપીશું.
રજૂઆત માટેનાં પગલાં
તમે આમ કહી શકો
“એક મહત્ત્વના પ્રસંગ માટે અમે લોકોને આ આમંત્રણ આપીએ છીએ. દુનિયા ફરતે માર્ચ ૨૩ના રોજ લાખો લોકો ઈસુના મરણને યાદ કરવા ભેગા મળશે. તેમ જ, ઈસુના મરણથી આપણને શું ફાયદો થાય છે એ વિશે બાઇબલ આધારિત પ્રવચન ફ્રીમાં સાંભળશે. આ પ્રસંગ ક્યાં ઊજવાશે એના સમય અને જગ્યા પત્રિકામાં આપવામાં આવ્યા છે. તમે ચોક્કસ આવજો.”
જો વ્યક્તિ રસ બતાવે, તો . . .
-
ઈશ્વરનું રાજ્ય શું છે? પત્રિકા આપો
ફરી મુલાકાત માટે પાયો નાખો.
-
સ્મરણપ્રસંગનો વીડિયો બતાવો
ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મળો ત્યારે આમ કરી શકો . . .
-
બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો બતાવો
પછી બાઇબલ અભ્યાસ માટેનું સાહિત્ય આપો.
-
પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપો
પાન ૨૦૬-૨૦૮નો ઉપયોગ કરીને સ્મરણપ્રસંગ વિશેની વધારે માહિતી જણાવો. પછી, પુસ્તક આપો.
-
ભગવાનનું સાંભળો પુસ્તિકા આપો
પાન ૧૮-૧૯નો ઉપયોગ કરીને સમજાવો કે ઈસુ શા માટે મરણ પામ્યા. પછી, પુસ્તિકા આપો.