અયૂબ સતાવણીઓમાં પણ વફાદાર રહ્યા
ઈસ્રાએલીઓ ઇજિપ્તની ગુલામીમાં હતા ત્યારે, અયૂબ ઉર દેશમાં રહેતા હતા. અયૂબ ઈસ્રાએલી ન હતા તોપણ તે યહોવાના વફાદાર સેવક હતા. તેમનું મોટું કુટુંબ હતું અને સમાજમાં સારું નામ હતું. તે ખૂબ ધનવાન હતા. લોકો તેમને એક સારા ન્યાયાધીશ અને સલાહકાર ગણતા. ગરીબ અને લાચાર લોકોને તે ઉદારતાથી મદદ કરતા. અયૂબ ખૂબ પ્રમાણિક હતા.
અયૂબે બતાવ્યું કે, તેમના જીવનમાં યહોવા સૌથી મહત્ત્વની વ્યક્તિ છે
-
શેતાને અયૂબની વફાદારીની નોંધ લીધી. તેથી, અયૂબની વફાદારી પર નહિ પણ તેમના ઇરાદા પર સવાલ ઉઠાવ્યો
-
શેતાને દાવો કર્યો કે, અયૂબ સ્વાર્થને લીધે યહોવાની ભક્તિ કરે છે
-
શેતાનને એ સવાલનો જવાબ આપવા યહોવાએ વિશ્વાસુ સેવકની કસોટી કરવા તેને પરવાનગી આપી. શેતાને અયૂબની જિંદગીનાં બધા પાસાં તહસનહસ કરી નાખ્યાં
-
અયૂબ વફાદાર રહ્યા ત્યારે, શેતાને દરેક માણસની વફાદારી પર સવાલ ઉઠાવ્યો
-
અયૂબે કોઈ પાપ કર્યું નહિ અથવા ઈશ્વરને દોષ આપ્યો નહિ