સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | એસ્તેર ૬–૧૦

યહોવા અને તેમના લોકો માટે એસ્તેર નિઃસ્વાર્થ રીતે વર્ત્યાં

યહોવા અને તેમના લોકો માટે એસ્તેર નિઃસ્વાર્થ રીતે વર્ત્યાં

યહોવા અને તેમના લોકોનો પક્ષ લેવા એસ્તેરે હિંમત અને નિઃસ્વાર્થ વલણ બતાવ્યાં

૮:૩-૫,

  • એસ્તેર અને મોર્દખાય સલામત હતાં. પરંતુ, બધા જ યહુદીઓને મારી નાખવાનો હામાનનો હુકમ આખા સામ્રાજ્યમાં ફેલાઈ રહ્યો હતો

  • રાજાના બોલાવ્યા વગર તેમની સમક્ષ જઈને એસ્તેરે ફરી પોતાનો જીવ જોખમમાં મૂક્યો. તે પોતાના લોકો માટે રડ્યાં. રાજાને પોતાની આજ્ઞા રદ કરવા તેમણે કાલાવાલા કર્યાં

  • રાજાના નામમાં કોઈ ફરમાન અપાયું હોય તો, એને રદ કરી શકાતું નહિ. તેથી, રાજાએ એસ્તેર અને મોર્દખાયને નવું ફરમાન બહાર પાડવાની સત્તા આપી

યહોવાએ પોતાના લોકોને મોટી જીત અપાવી

૮:૧૦-૧૪, ૧૭

  • બીજી જાહેરાત થઈ કે, યહુદીઓને પોતાનો બચાવ કરવાનો હક્ક છે

  • ઘોડેસવારો તરત આખા સામ્રાજ્યમાં ફરી વળ્યા અને યહુદીઓ લડવા માટે તૈયાર થયા

  • ઘણા લોકોએ યહોવાની કૃપા જોઈ અને તેઓ યહુદી બન્યા