વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૩-૩૧): [સંવેદનશીલ પ્રચારવિસ્તારોમાં જો કોઈએ બાઇબલ સંદેશામાં રસ બતાવ્યો હોય, તો તેને ફરી મુલાકાત કરો ત્યારે આમ કહી શકો.] અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. આ આમંત્રણ પત્રિકા તમારા માટે છે. શનિવાર માર્ચ ૩૧ના રોજ આખી દુનિયામાં લાખો લોકો ભેગા મળશે અને ઈસુ ખ્રિસ્તના મરણને યાદ કરશે. આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે રાખવામાં આવ્યા છે, એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા માટે પણ તમને આમંત્રણ આપીએ છીએ. એનો વિષય છે: “ઈસુ ખ્રિસ્ત ખરેખર કોણ છે?”
ફરી મુલાકાત માટે પાયો: ઈસુ શા માટે મરણ પામ્યા?
○●○ ફરી મુલાકાત ૧
સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?
શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮
ફરી મુલાકાત માટે પાયો: ઈસુની કુરબાનીથી આપણા માટે શું શક્ય બન્યું છે?
○○● ફરી મુલાકાત ૨
સવાલ: ઈસુની કુરબાનીથી આપણા માટે શું શક્ય બન્યું છે?
શાસ્ત્રવચન: રોમ ૬:૨૩
ફરી મુલાકાત માટે પાયો: ઈસુની કુરબાની માટે કદર બતાવવા આપણે શું કરી શકીએ?