યહોવાના સેવકો તરીકે આપણું જીવન
શિસ્તમાં યહોવાનો પ્રેમ
શિસ્તનો મોટા ભાગે અર્થ થાય શિખામણ અને શિક્ષણ આપવું. એમાં સુધારવાનો અને ઠપકાનો પણ સમાવેશ થાય છે. યહોવા એટલે શિસ્ત આપે છે, જેથી તેમના કહ્યા પ્રમાણે આપણને ભક્તિ કરવા મદદ મળે. (રોમ ૧૨:૧; હિબ્રૂ ૧૨:૧૦, ૧૧) ખરું કે શિસ્ત મળવાથી દુઃખ થાય છે, પણ એ સ્વીકારવાથી આપણે યહોવાની નજરે નેક ગણાઈશું અને તેમનો આશીર્વાદ મેળવીશું. (ની ૧૦:૭) શિખામણ આપનાર અને લેનારે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
શિખામણ આપનાર. વડીલો, માતા-પિતાઓ અને બીજાઓએ શિખામણ આપતી વખતે યહોવાની જેમ પ્રેમથી વર્તવું જોઈએ. (યર્મિ ૪૬:૨૮) જો કોઈને ઠપકો આપવો પડે તોપણ એ પ્રેમથી અને યોગ્ય રીતે આપવો જોઈએ. —તિત ૧:૧૩.
શિખામણ લેનાર. આપણને સુધારવા માટે જે કંઈ સલાહ-સૂચનો આપવામાં આવે એ સ્વીકારીએ અને એને લાગુ પાડીએ. (ની ૩:૧૧, ૧૨) આપણે બધા ભૂલો કરીએ છીએ. એટલે સુધારો કરવા અનેક જગ્યાએથી સલાહ સૂચનો મળી શકે છે. જેમ કે, બાઇબલ વાંચીએ અને સભાઓમાં સાંભળીએ ત્યારે અહેસાસ થાય છે કે આપણામાં કોઈક બાબતે સુધારો કરવાની જરૂર છે. જો આપણાથી મોટી ભૂલ થઈ જાય તો ન્યાય સમિતિ આપણને શિસ્ત આપે છે. એ સ્વીકારવાથી આપણે ખુશ રહી શકીશું અને ભાવિમાં હંમેશ માટેનું જીવન મેળવી શકીશું. —ની ૧૦:૧૭.
“યહોવા જેઓને પ્રેમ કરે છે, તેઓને તે શિસ્ત આપે છે” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
કેનનભાઈનું શરૂઆતનું જીવન કેવું હતું અને એ કઈ રીતે બદલાઈ ગયું?
-
તેમને કઈ રીતે યહોવાએ પ્રેમથી સુધાર્યા?
-
તેમના અનુભવમાંથી આપણને શું શીખવા મળે છે?