યહોવાના સેવકો તરીકે આપણું જીવન
દુઃખ જશે, સુખ આવશે પુસ્તકની ખાસિયતો
દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાં ઘણા વીડિયો આપ્યા છે. શું વિદ્યાર્થીને એ વીડિયો બતાવવા તમને ગમે છે? વિદ્યાર્થીના વિચારો જાણી શકીએ એવા સવાલો પણ એ પુસ્તકમાં આપ્યા છે. એ સવાલો પૂછવાથી તમને કેવી મદદ મળી છે? શું તમે “અમુક લોકો કહે છે,” “આટલું કરો” અને “વધારે માહિતી” ભાગનો ઉપયોગ કર્યો છે? આ પુસ્તકમાં બીજી પણ ઘણી ખાસિયતો છે. શિષ્ય બનાવવાના કામમાં તમને એનાથી મદદ મળશે.—માથ ૨૮:૧૯, ૨૦.
ઑડિયો, વીડિયો અને લેખ: શું તમે છાપેલી પ્રતમાંથી અભ્યાસ ચલાવો છો? બધા ઑડિયો, વીડિયો અને લેખ એક જ જગ્યાએ મળી રહે માટે તમે શું કરી શકો? તમે મોબાઇલ કે ટેબ્લેટમાં એ પુસ્તક ખોલો. દરેક વિભાગની સૌથી નીચે “ઑડિયો, વીડિયો અને લેખ” એવું લખેલું આવશે. એના પર આંગળી મૂકો અને એ ખૂલી જશે. (ચિત્ર ૧ જુઓ.)
“ચિત્ર બતાવો” (પ્રિન્ટેડ ઍડિશન): જો તમે મોબાઇલ કે ટેબ્લેટમાંથી કોઈનો અભ્યાસ ચલાવતા હો, તો અવાર-નવાર “ચિત્ર બતાવો” સેટિંગનો ઉપયોગ કરી શકો. એ માટે ઉપર આપેલાં ત્રણ ટપકાં દબાવો અને “ચિત્ર બતાવો” (પ્રિન્ટેડ ઍડિશન) પસંદ કરો. એનાથી તમે જોઈ શકશો કે આખા પાઠની માહિતી કઈ રીતે પાઠના વિષય સાથે જોડાયેલી છે. પહેલાં જેવું હતું એવું કરવા ફરીથી ત્રણ ટપકાં દબાવો અને “લખાણ બતાવો” (ડિજિટલ ઍડિશન) પસંદ કરો.
“શું હું તૈયાર છું?”: એ ભાગ પુસ્તકમાં છેલ્લે આપ્યો છે અને એમાં બે બૉક્સ છે. એ માહિતીથી વ્યક્તિને જાણવા મદદ મળશે કે તે મંડળ સાથે પ્રચાર કરવા અને બાપ્તિસ્મા લેવા તૈયાર છે કે નહિ. (ચિત્ર ૨ જુઓ.)
નોંધ: આ ભાગમાં અમુક મહત્ત્વના વિષયો પર વધારે માહિતી આપી છે. દરેક નોંધના અંતે એક લિંક આપી છે. એ લિંકથી તમે પાઠમાં જ્યાં હતા ત્યાં પાછા જતા રહેશો. (ચિત્ર ૨ જુઓ.)
જો તમારો વિદ્યાર્થી દુઃખ જશે, સુખ આવશે પુસ્તકમાંથી અભ્યાસ પૂરો કરતા પહેલાં બાપ્તિસ્મા લઈ લે, તોપણ તેનો અભ્યાસ એ પુસ્તકમાંથી પૂરો કરજો. તમે હજુ પણ અભ્યાસનો સમય, ફરી મુલાકાત અને અભ્યાસ રિપોર્ટમાં લખી શકો. જો તમારી સાથે કોઈ પ્રકાશક જોડાય તો તે પણ એ સમય રિપોર્ટમાં લખી શકે