યહોવાના સેવકો તરીકે આપણું જીવન
લગ્ન—જીવનભરનો સાથ
સફળ લગ્નજીવનથી યહોવાને મહિમા મળે છે અને પતિ-પત્ની ખુશ રહે છે. (માર્ક ૧૦:૯) લગ્નને સફળ બનાવવા બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે યોગ્ય સાથી પસંદ કરવું ખૂબ જરૂરી છે.
તમે ‘પુખ્ત ઉંમરના’ થઈ જાઓ પછી જ ડેટિંગ (લગ્ન પહેલાંની મુલાકાતો) કરો. કેમ કે યુવાનીની કાચી ઉંમરમાં જાતીય ઇચ્છાઓ પૂર જોરમાં હોય છે. જો એ ઇચ્છાઓને પોતાના પર હાવી થવા દેશો તો કદાચ ખોટા નિર્ણય લઈ બેસશો. (૧કો ૭:૩૬) એટલે અમુક વર્ષો રાહ જુઓ. એ દરમિયાન યહોવા સાથે સંબંધ મજબૂત કરો. સારા ગુણો કેળવતા રહો. એ પછી લગ્ન કરશો તો તમે સારા પતિ કે પત્ની બની શકશો.
કોઈની સાથે લગ્ન કરતા પહેલાં એ જાણવા પૂરતો સમય લો કે એ વ્યક્તિ ‘અંદરથી’ કેવી છે. (૧પિ ૩:૪) જો તમને એવું કંઈક લાગે જેનાથી આગળ જઈને મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે, તો એ વિશે તેની સાથે વાત કરો. બીજા બધા સંબંધોની જેમ આ સંબંધમાં પણ ખૂબ મહત્ત્વનું છે કે તમે પોતાના કરતાં બીજાની વધારે ચિંતા કરો. (ફિલિ ૨:૩, ૪) જો તમે લગ્ન પહેલાં બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડશો, તો લગ્ન પછી પણ એમ કરી શકશો. એનાથી તમારું લગ્નજીવન ખુશીઓથી ભરાઈ જશે.
લગ્ન માટે તૈયારી—ભાગ ૩: ખર્ચ કરતા પહેલા હિસાબ લગાવો વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
બહેન અને શેન વચ્ચે શરૂમાં બધું કેવું ચાલી રહ્યું હતું?
-
શેનને સારી રીતે ઓળખવા લાગ્યા ત્યારે બહેનને શું ખબર પડી?
-
બહેનનાં મમ્મી-પપ્પાએ તેમને કઈ રીતે મદદ કરી? બહેને સમજી-વિચારીને કયો નિર્ણય લીધો?