યહોવાના સેવકો તરીકે આપણું જીવન
તંગીમાં હિંમત ન હારીએ
આજે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. જીવન જીવવું કંઈ સહેલું નથી. જેમ જેમ અંત નજીક આવતો જશે તેમ તેમ મુશ્કેલીઓ પણ વધતી જશે. અમુક વાર ગુજરાન ચલાવવું અઘરું થઈ પડે, તંગી સહેવી પડે. (હબા ૩:૧૬-૧૮) એવા સમયે આપણે કઈ રીતે હિંમત રાખી શકીએ? આપણે યહોવા પર કાયમ ભરોસો રાખવો જોઈએ. તેમણે વચન આપ્યું છે કે તે પોતાના ભક્તોની સંભાળ રાખશે. ભલે કોઈ પણ સંજોગો આવે તે તેઓની જરૂરિયાતો ચોક્કસ પૂરી કરશે.—ગી ૩૭:૧૮, ૧૯; હિબ્રૂ ૧૩:૫, ૬.
તમે શું કરી શકો?
-
યહોવાના માર્ગદર્શન માટે પ્રાર્થના કરો. તેમને અરજ કરો કે તે તમને સમજણ આપે અને મદદ કરે.—ગી ૬૨:૮
-
કોઈ પણ કામ માટે તૈયાર રહો, પછી ભલે તમે એ કામ પહેલાં ન કર્યું હોય.—g ૪/૧૦ ૩૦-૩૧ પર આપેલાં બૉક્સ
-
ભક્તિને લગતાં કામોમાં લાગુ રહો. દરરોજ બાઇબલ વાંચો, નિયમિત સભામાં જાઓ અને પ્રચારમાં ભાગ લો
ટકી રહે એવું ઘર બાંધો—“જેટલું છે એમાં સંતોષ માનો” વીડિયો જુઓ અને પછી આ સવાલોના જવાબ આપો:
-
અમુક કુટુંબે કેવી મુશ્કેલીઓ સહી છે?
-
આપણાં જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે?
-
તંગી સહેતાં ભાઈ-બહેનોને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?