બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાની અપાર બુદ્ધિ માટે તેમને મહિમા આપીએ
યહોવાએ સુલેમાનને ભરપૂર બુદ્ધિ આપી હતી (૧રા ૧૦:૧-૩; w૯૯ ૭/૧ ૩૦ ¶૬)
સુલેમાનની બુદ્ધિ જોઈને શેબાની રાણી દંગ રહી ગઈ (૧રા ૧૦:૪, ૫; w૯૯ ૧૧/૧ ૨૦ ¶૬)
શેબાની રાણીએ યહોવાને મહિમા આપ્યો કે તેમણે સુલેમાનને રાજા તરીકે પસંદ કર્યા (૧રા ૧૦:૬-૯; w૯૯ ૭/૧ ૩૦-૩૧)
શેબાની રાણીએ કર્યું તેમ આપણે યહોવા પાસેથી મળતી બુદ્ધિની કદર કરવી જોઈએ. કઈ રીતે? એક રીત છે, આપણે ઈસુના શિક્ષણ પ્રમાણે જીવીએ અને તેમના પગલે ચાલવાની પૂરી કોશિશ કરીએ. (માથ ૧૨:૪૨; ૧પિ ૨:૨૧) બીજી રીત છે, આપણે યહોવા પાસેથી જે બુદ્ધિની વાતો શીખીએ છીએ એ બીજાઓને જણાવીએ.