યુવાનો પૂછે છે
યહોવાના સાક્ષીઓની સભાઓમાં કેમ જવું જોઈએ?
યહોવાના સાક્ષીઓની સભા અઠવાડિયામાં બે વાર થાય છે. મોટા ભાગે તેઓ ભક્તિ માટે પ્રાર્થનાઘરમાં ભેગા મળે છે. પ્રાર્થનાઘરમાં શું થાય છે? સભાઓમાં જવાથી તમને કેવી મદદ મળશે?
પ્રાર્થનાઘરમાં શું થાય છે?
પ્રાર્થનાઘરમાં બાઇબલમાંથી શીખવવામાં આવે છે. એની સલાહ જીવનમાં લાગુ પાડવાથી તમને ઘણા ફાયદા થશે. સભાઓમાં જવાથી તમને કેવી મદદ મળશે?
તમને ઈશ્વર વિશે શીખવા મળશે.
તમને જાણવા મળશે કે દુનિયામાં અમુક બનાવો કેમ બની રહ્યા છે.
તમને સારા ગુણો કેળવવા મદદ મળશે.
તમને સાચા મિત્રો મળશે.
તમારે સભાઓમાં કેમ જવું જોઈએ?
ત્યાં તમે જે શીખશો એનાથી તમને મદદ મળશે. યહોવાના સાક્ષીઓની સભાઓમાં બાઇબલમાંથી ચર્ચા કરવામાં આવે છે. એનાથી તમને બુદ્ધિમાન બનવા મદદ મળશે. (નીતિવચનો ૪:૫) એનો એવો અર્થ થાય કે બાઇબલની સલાહથી તમને સારા નિર્ણયો લેવા મદદ મળશે. ત્યાં તમને આવા મહત્ત્વના સવાલોના જવાબ મળશે:
અઠવાડિયાના અંતે થતી સભામાં આવા અમુક વિષયો પર પ્રવચન આપવામાં આવે છે:
ખરી શાંતિ અને સલામતી ક્યારે આવશે?
દુઃખ-તકલીફની દુનિયામાં કોણ સહારો આપશે?
તમારા લગ્નજીવનમાં એકબીજાને પ્રેમ અને આદર બતાવો
“મારી સાથે ભણતો એક છોકરો એકવાર સભામાં આવ્યો. તે અમારા કુટુંબ સાથે બેઠો અને અમે તેને અમારી ચોપડીમાંથી બતાવ્યું. તેણે પછીથી મને કહ્યું કે તેને સભામાં બધાના જવાબ બહુ ગમ્યા. તેણે એ પણ કહ્યું કે તેના ચર્ચમાં અભ્યાસ માટે આવું સાહિત્ય નથી હોતું.”—બ્રેન્ડા.
શું તમે જાણો છો? અમારી સભાઓમાં કોઈ દાન ઉઘરાવવામાં નથી આવતું. ત્યાં શીખવા તમારે પૈસા આપવા નહિ પડે.
ત્યાં બધાને મળીને તમને ઉત્તેજન મળશે. બાઇબલમાં જણાવ્યું છે કે ‘એકબીજાને ઉત્તેજન આપવા’ આપણે સભાઓમાં જવું જોઈએ. (હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫) આજે દુનિયા બહુ સ્વાર્થી થઈ ગઈ છે. પણ સભાઓમાં તમે એવા લોકોને મળશો, જેઓ ઈશ્વરને ખૂબ પ્રેમ કરે છે અને પોતાના કરતાં બીજાઓની વધારે કાળજી લે છે. એવા લોકોને મળીને તમને બહુ ખુશી મળશે.
“અમુક વાર એવું બને કે દિવસની દોડધામ પછી હું તન-મનથી થાકી જઉં છું. પણ સભામાં જઉં છું અને બધાને મળું છું ત્યારે મારો બધો થાક ઊતરી જાય છે, મને એકદમ સારું લાગે છે. સભામાંથી ઘરે પાછા જતી વખતે હું ખુશ હોઉં છું અને નવા દિવસના પડકારો સામે લડવા તૈયાર હોઉં છું.”—એલીસા.
શું તમે જાણો છો? આખી દુનિયામાં યહોવાના સાક્ષીઓનાં ૧,૨૦,૦૦૦ કરતાં વધારે મંડળો છે. તેઓ ૬૦,૦૦૦ કરતાં વધારે પ્રાર્થનાઘરોમાં ભેગા મળે છે. સભામાં આવનાર લોકોની સંખ્યા વધતી જાય છે, એટલે દર વર્ષે ૧,૫૦૦ જેટલાં પ્રાર્થનાઘર બાંધવામાં આવે છે. a
a તમારી નજીકનું પ્રાર્થનાઘર શોધવા “યહોવાના સાક્ષીઓની સભાઓ” પાન પર જાઓ અને “તમારી નજીકની જગ્યા શોધો” પર ક્લિક કરો.